200ના જીવ બચાવનારો પોતાને બચાવી શક્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | વાવમાંપડેલ વરસાદને આગળથી આવેલ પાણીના લીધે એક વ્યક્તિનું મોત નિપજયું હતું અને એક બાળકનું જીવજંતુ કરડવાથી મોત નીપજ્યું હતું.

વાવના માડકા ગામે વરસાદ તેમજ બહારથી આવેલ પાણીને લઇ શુક્રવારે રાત્રે નવેક વાગ્યાના સમયે ચેહરાભાઇ રાણાભાઇ પારેગીના ઘરમાં પાણી આવતાં કુટુંબ સાથે બહાર ઉંચાણવાળા વિસ્તારમાં જતા પાણીમાં પડી ગયા હતાં અને બેભાન થતા થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે માડકા ગામના નથાભાઇ રમેશભાઇ પારેગી (ઉં.વ12) ખેતરમાં રહેતા હતા. ત્યારે ગુરૂવારે જીવજંતુ કરડવાથી તેને ડીસા દવાખાને સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં શુક્રવારે રાત્રે તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...