તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેળાવાપુરાની સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપહરણકર્તા શખસને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ

ડીસાતાલુકાના વેળાવાપુરા ગામમાંથી સગીરાનું અપહરણ થયા મામલે અગાઉ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે રૂરલ પોલીસ મથકના સ્ટાફે તપાસનો દોર આરંભી સગીરા તથા અપહરણકર્તાને ધાંગધ્રાથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા તાલુકાના વેળાવાપુરા ગામની સગીરાને આઠ માસ અગાઉ તેના નજીકના સગાએ બદ ઇરાદે તેનું અપહરણ કરી લઇ ગયો હતો. મામલે સગીરાના પરિવારજનોએ અગાઉ પ્રવીણ દરબાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ડીસા રૂરલ પોલીસ મથકના પી.આઇ. ડી.ડી.ગોહિલ સહિત તેમના સ્ટાફે તપાસનો દોર શરૂ કર્યો હતો . જેમાં શખસ સગીરાને લઇ ધાગધ્રા હોવાનું માલૂમ પડતા સગીરા સાથે તેનું અપહરણ કરતાં પ્રવીણ દરબારને ધાંગધ્રાથી ઝડપી લીધા હતા. પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ માટે મોકલી શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...