તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવના વાસરડા - ભાભરના નવીન રોડ પર ગાબડા પડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોન્ટ્રાકટર દ્વારા સાવ હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરતાં રોડની સુરત બગડી ગઈ

વાવતાલુકાના વાવથી માડકા, તીર્થગામ, વાસરડા, એટા થઇ સુથારનેસડા દેખાવના પુલને જોડતા નવીન બનેલા 22 કિમી રોડ સિઝનના પ્રથમ હળવા વરસાદમાં ધોવાનો જુલાઇ 2015 માં આવેલા વિનાશક પુરના પગલા સરકાર દ્વારા ખાસ મસમોટી રકમની ફાળ‌વણી કરી બનાવેલ રોડ એક માસના ટુંકા ગાળામાં તુટી ગયો હતો. દેશના વડાપ્રધાનની ડીસા મુલાકાત વેળા નાયબ મુખ્યમંત્રીના ભાષણમાં રોડના બજેટ અને સરકારની કામગીરી અંગે મોટી વાતો કરાઇ હતી. જે માર્ગ બાબતે બિલકુલ પોકળ સાબિત થઇ છે.તેવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

કરોડો રૂપિયાના કોન્ટ્રાકટરના પગલે માર્ગનું કામ હાથ ધરાયું હતું. જેમાં હલકી ગુણવત્તાવાળા વપરાયેલા મટીરીયલના પગલે પ્રજા માટે માર્ગ સરકારના વાહ વાહીના દાવા બિલકુલ પોકળ સાબિત થયા છે.વહીવટી તંત્ર દ્વારા રહેમરાહના પગલે માર્ગ પર ત્રીસથી વધુ ભુવા પડી ગયા છે.

માડકા બનાવેલા બ્રીજ પર માટી પુરણ કામ પ્રેસરથી ના કરાયેલા હોવાના લીધે પુલમાં મોટા ગાબડા અને માર્ગ દબાઇ ગયેલ છે હાલના સિઝનના પ્રથમ વરસાદ માર્ગ પર જ્યાં જ્યાં નાળા મુકવાનું કામ કરાયેલ હતુ તે નાળાના માર્ગ સાવ દબાઇ ગયેલ છે. વિસ્તારની પ્રજાને પુરમાં ક્ષતિગ્રસ્ત માર્ગ સરકારે નવો બનાવી આપેલ પરંતુ એકજ માસના ટુંકા ગાળામાં તૂટી જતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...