• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસાના ખેંટવા ગામે કેશડોલ્સ નહીં મળતાં ન્યાય સમિતિના સભ્ય દ્વારા રજૂઆત કરાઈ

ડીસાના ખેંટવા ગામે કેશડોલ્સ નહીં મળતાં ન્યાય સમિતિના સભ્ય દ્વારા રજૂઆત કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠામાંથયેલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે ત્યારે કેટલાક કુટુંબો બેઘર બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્તને યુદ્ધના ધોરણે મદદરૂપ થવા કેશડોલ્સ ચુકવવામાં આવી રહી છે. ત્યારે ડીસા તાલુકાના ખેંટવા ગામમાં એક પણ અસરગ્રસ્તને કેશડોલ્સ ચુકવાઇ નથી.

અંગે ડીસા તાલુકા પંચાયત ન્યાય સમિતિના સભ્ય શામળભાઇ મકવાણાની આગેવાની હેઠળ બુધવારે પ્રતિનિધિ મંડળે તાલુકા વિકાસ અધિકારી, કલેકટર, મામલતદાર ડીસા, નાયબ કલેકટર ડીસાને રૂબરૂ જઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગામમાં કુલ 241 જેટલા કુટુંબોની યાદી સાથે આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...