• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • વડગામ તાલુકાના પીલુચા ગામમાં કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો

વડગામ તાલુકાના પીલુચા ગામમાં કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ : વડગામ તાલુકાના પીલુચા ખાતે ખેડુત તાલીમ કેન્દ્ર ડીસા દ્વારા મહિલા કૃષિ દિવસની ઊજવણી અંતર્ગત કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર મહિલાનું સર્ટીફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આત્મા દ્વારા બે બહેનોને પશુપાલનની કીટ એનાયત કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પી.કે.પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઇ સક્સેના,નાયબ પશુપાલન નિયામક એસ.બી.ઉપાધ્યાય, નાયબ બાગાયત નિયામક જે.બી.સુથાર, આત્માના પ્રોજેકટ ડાયરેકટ અને નાયબ ખેતી નિયામક(તાલીમ) તેજલબેન શેઠ, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ભરતભાઇ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ર્ડા.યોગેશ પવાર સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...