તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deesa
 • બનાસકાઠાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક ડીસામાં યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસકાઠાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક ડીસામાં યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાની કારોબારી બેઠક ડીસા ખાતે વંદના પાર્ટીપ્લોટમાં યોજાઇ હતી. જેમાં એઆઇસીસીના મંત્રી સાગરભાઇ રાયકા, ઉ.ગુ. પ્રભારી લાખાભાઇ ભરવાડ, બનાસકાંઠા પ્રભારી મહેન્દ્રસિંહ બારૈયા, રાકેશ દવે તેમજ જિલ્લાના ધારાસભ્યો ગોવાભાઇ રબારી, જોઇતારામ પટેલ, મહેશભાઇ પટેલ, મણીલાલ વાઘેલા, કાંતિલાલ ખરાડી, ધારસીભાઇ ખાનપુરા, જિલ્લા પ્રમુખ જાકીર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા કાર્યકરોના મત લેવાયા હતા. જેમાં અનેક કાર્યકરોએ હોદ્દાઓની નિમણુંક બાબતે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

બેઠકમાં કેન્દ્ર સરકારની મોંઘવારી, કાશ્મીરના પ્રશ્ન, ખેડૂતોના પ્રશ્ન બાબતે નિષ્ફળતા અંગે ચર્ચા કરી આગામી સમયમાં નિષ્ફળતા લોકોને જણાવવા અપીલ કરાઇ હતી. જ્યારે દલીતો પર થતાં અત્યાચાર, મનરેગા યોજનાની ધીમી કામગીરી, ખેડૂતોને સિંચાઇના લાભ મળવા, કેનાલો બનાવવામાં થયેલ ભ્રષ્ટાચાર, અંબાજી મંદિર દ્વારા યજ્ઞ વિધિ ઓનલાઇન કરવી, મોંઘવારી વિરુદ્ધ ઠરાવો કરી બાબતે સરકારની નિષ્ફળતા છતી કરવાનો સંકલ્પ લેવાયો હતો. બેઠકમાં 50 થી વધુ નિવૃત્ત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ કોંગ્રેસમાં જોડાતા તેમનું ખેસ પહેરાવી સન્માન કરાયું હતું. બેઠકમાં પાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ, રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત, અશ્વિન પરમાર, સંજય દેસાઇ, દિપક પટેલ, પી.પી.ભરતીયા હાજર રહ્યા હતા.

ડીસામાં 50 થી વધુ સરકારી કર્મચારીઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો