તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા માર્કેટયાર્ડ સહિત ઉત્તર ગુજરાતની આઠ એપીએમસીનો સમાવેશ, અગાઉ પાટણ અને હિંમતનગરમાં પ્રયોગ થય

ડીસા માર્કેટયાર્ડ સહિત ઉત્તર ગુજરાતની આઠ એપીએમસીનો સમાવેશ, અગાઉ પાટણ અને હિંમતનગરમાં પ્રયોગ થયો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસામાં કાલે ઇ-નામ પ્રોજેકટનું CM ના હસ્તે ઉદઘાટન

રાજ્યમાંખેતીવાડી ઉત્પન્ન બજારને ઇ-માર્કેટમાં જોડવાના પ્રાયોગિક તબક્કા બાદ સમિતિઓને પ્રોજેકટ અંતર્ગત ઇ-નામ (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) માં જોડવામાં આવશે. જેનુ ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બુધવારે કરાશે. બીજા તબક્કામાં ડીસા સહિત રાજ્યના 37 બજાર સમિતિઓને આવરી લેવાશે.

ગુજરાતના ખેડૂતો પોતાનો માલ ગમે ત્યાં વેચી શકે અને સારા ભાવ મળે તેમજ વેપારીઓ પણ કોઇપણ ખુણે બેસી ખેડૂતોનો માલ ખરીદી શકે તે હેતુથી રાજ્ય સરકારે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને ઇ-માર્કેટ પ્રોજેકટ હેઠળ જોડવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રાયોગીક ધોરણે કેટલાક એપીએમસીમાં તેનો અમલ શરૂ કર્યો હતો.જેથી સરકારે બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતની મોખરાની ગણાતી ડીસા સહિત 37 એપીએમસીનો સમાવેશ કર્યો છે.બુધવારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એપીએમસીને ઇ-માર્કેટ સાથે જોડતા ઇ-નામ પ્રોજેકટનું ઉધ્ધાટન કરશે.અગાઉ પાટણ અને હિંમતનગરમાં પ્રયોગ કરાયો હતો.આ અંગે ડીસા એપીએમસીના માવજીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે માર્કેટયાર્ડનો ઇ-નામ પ્રોજેકટ અતંર્ગત સમાવેશ થતાં દેશભરમાંથી કોઇપણ વેપારી ઇ-ઓફસનથી ખેડૂતોનો માલ ખરીદી શકશે ખેડૂતોને સારા ભાવ મળશે.

થરાદ થરાદની ઉચપા ચુવા માયનોર નહેરમાં ગત 21 મી તારીખે થરાદની વિડી તરીકે ઓળખાતા વિસ્તારમાં 10 ફુટનું ગાબડું પડતાં આગળ પાણી મળતું બંધ થઇ ગયું હતું.જે પાંચ દિવસ થવા છતાં પણ રિપેર કરાયું હતું.આથી વાવના ઉચપા,ચુવા અને ગંભીરપુરા ગામના ખેડૂતોએ તંત્રને રજૂઆત કરતાં દિવાળી પછી કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.આથી પાણીના અભાવે તરફડી રહેલા ત્રણેય ગામના 30 જેટલા ખેડુતોએ નર્મદા વિભાગની આશા છોડી દઇ પોતાનો પાક અને પશુધન બચાવવા પાણી માટે ગાંધીગીરી પર ઉતરતાં 30 હજાર ફાળો કરી જાતે નહેરના બાંધકામની કામગીરી હાથ ધરી હતી.તસવીર વિષ્ણુદવે

તંત્રએ ના પાડતાં વાવ પંથકના ખેડૂતોએ સ્વખર્ચે નહેર રીપેરની કામગીરી હાથ ધરી

માર્કેટયાર્ડમાં તમામ સુવિધા ઉપલબ્ધ થશે

ડીસાબજાર સમિતિનો ઇ-નામ પ્રોજેકટ અંતર્ગત સમાવેશ થતાં ઇ-માર્કેટની તમામ આધુનિક માળખાની સુવિધાઓ અને ઝડપી કનેકટીવીટી ઉપલબ્ધ કરાવાશે. એ.એન.જોષી(સેક્રેટરી,ડીસા માર્કેટયાર્ડ)

ઉત્તર ગુજરાતની સમાવિષ્ટ એપીએમસી

ઇ-નામપ્રોજેકટ અંતર્ગત બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતની આઠ એપીએમસીનો સમાવેશ થયો છે. જેમાં ડીસા, વિસનગર, વિજાપુર, થરાદ, થરા, ભાભર, ધાનેરા અને ભીલોડાનો સમાવેશ થયો છે.

ખેડૂતઈચ્છે તો તેનુ વેચાણ થશે નહીતર પેન્ડીંગ કરાશે

ડીસાએપીએમસીના સેક્રેટરી એ.એન.જોષીના જણાવ્યા મુજબ સ્ટાફ દ્વારા પ્રોજેકટ અંતર્ગત માળખાકીય સુવિધા માટે રૂ. 30 લાખની સહાય કરી છે. ખેડૂત એપીએમસીમાં પોતાનો માલ લાવે ત્યારે તેનું રજીસ્ટ્રેશન થશે અને કમિશન એજન્ટને ત્યાંથી તેનો લોટ નંબર નંખાશે. જે દરેક વેપારી જોઇ શકશે અને તેના ચોક્કસ સમય માર્યાદામાં ભાવ નાખશે. જેમાં સૌથી વધુ ભાવનું વીડીંગ થશે અને બતાવશે. ખેડૂત હા પાડશે તો તેનુ વેચાણ થશે નહીતર પેન્ડીંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...