તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરડોસણમાં સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ગાંધીજયંતી સપ્તાહ ઉજવણી અંતર્ગત ડીસા તાલુકાના ખરડોસણ ગામ ખાતે ગ્રામ સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કે.બી. અગ્રવાલ હાઈસ્કૂલ તથા ખરડોસણ ગામ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ગ્રામ સભા યોજી હતી. ઉપરાંત તુલસી, દાડમ, સીતાફળ જેવા અનેક વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરશે તેવી વિદ્યાર્થીઓએ નેમ લીધી હતી. પર્યાવરણ પ્રેમી નવીનભાઈ, જીતુભાઇ વૈદ, રોટરી ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ વ્યાસ, આર.એફ.ઓ. સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કે.બી. અગ્રવાલ હાઇસ્કૂલ પરિવાર ખરડોસણ પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...