• Gujarati News
  • ડીસામાં રાજીવ આવાસ યોજનાની કામગીરીની શરૂઆત કરાઇ

ડીસામાં રાજીવ આવાસ યોજનાની કામગીરીની શરૂઆત કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસામાંગરીબો માટેની રાજીવ આવાસ યોજનાની કામગીરી શરૂ થઇ ગઇ છે. જે અંતર્ગત મંગળવારે સીટી સર્વેના કર્મચારીઓએ શહેરના ટેકરા વિસ્તારમાં 1456 મકાનોના બાંધકામ માટે 28,800 ચો. મીટર જગ્યા ખુલ્લી કરાઇ હતી.

સરકાર દ્વારા ગરીબો માટે ઝૂપડાંની જગ્યાએ પાકા મકાનો બનાવી આપવાની રાજીવ આવાસ યોજનાની કામગીરી ડીસામાં શરૂ કરાઇ છે. જેમાં મંગળવારે ડીસા સીટી સર્વે ઓફિસના કર્મચારીઓ ટેકરા વિસ્તારમાં આવેલી સરકારી જમીનને કોર્ડન કરવાની કામગીરી હાથ ધરી હતી. સીટીસર્વે અોફિસના કર્મચારીઓએ ટેકરા વિસ્તારમાં આવેલી 28,800 ચો. મીટર જગ્યાની માપણી કરી ખુંટા માર્યા હતા. અને આગામી સમયમાં અહીં 1456 મકાનો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું સીટી સર્વેના કર્મચારીઓએ જણાવ્યું હતું. સર્વેની કામગીરી માટે ડીસા સીટીસર્વે ઓફિસના શિરસ્તેદાર પી.જી. પટેલ, એમ.એસ. બી.ડી. જોષી, એમ.એસ. ડી.જી. હાઉજાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કામગીરી અંગે શિરસ્તેદાર પી.જી. પટેલે જણાવ્યું હતું કે, ‘સરકારના આદેશ મુજબ અમે રાજીવ આવાસ યોજના માટે ફાળવવામાં આવેલી જમીનનો સર્વે હાથ ધરાયા બાદ 28,800 ચો.મીટર જમીનમાં ખૂંટા મારીને કોર્ડન કરવામાં આવશે. તે પછી સરકારના આદેશ મુજબ આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.

ડીસામાં રાજીવ આવાસ યોજનાની કામગીરીની શરૂઆત કરાઇ હતી. /રાકેશ પટેલ