તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ગુજરાતી કલાકાર જનક ઠક્કરને સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા

ગુજરાતી કલાકાર જનક ઠક્કરને સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારદ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ પ્રોત્સાહિત કરવા દરેક પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખ્યાતનામ કલાકારોને નિયુક્ત કરવામાં આવી રહ્યા છે.

ડીસા પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા અને વિકાસ કાર્યોની તેમજ લોકોની ફરજોની જાગૃતિ માટે દેશભરમાં પ્રથમ વખત ડીસા ખાતે પાલિકા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ કરાઇ છે. જેમાં એમ્બેસેડર ગુજરાતી અભિનેતા અને હાલમાં આવી રહેલી લોકપ્રિય ગુજરાતી સીરીયલ ‘સૂરી’ માં સરપંચનું મુખ્ય કિરદાર ભજવતા જનક ઠક્કરની પસંદગી કરાઇ છે. પ્રમુખ પ્રવિણભાઇ માળી અને ચીફ ઓફિસર જીગરભાઇ પટેલ દ્વારા તેઓ સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકેના એક વર્ષના કરાર કરવામાં આવ્યા છે.

પાલિકા દ્વારા શહેરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગુજરાતી કલાકારની નિયુક્તિ કરાયા બાદ પાલિકા હવે શહેરના તમામ 11 વોર્ડમાં જે તે વોર્ડની પ્રતિભા સંપન્ન વ્યક્તિની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણુંક કરશે.

અન્ય સમાચારો પણ છે...