• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • દૂધ ડેરીના ટાંકામાં નળી નાખી જીપમાં રાખેલા કેનમાં દૂધ ભરી ચોરી કરાતી\'તી

દૂધ ડેરીના ટાંકામાં નળી નાખી જીપમાં રાખેલા કેનમાં દૂધ ભરી ચોરી કરાતી\'તી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા તાલુકાના વરનોડા ગામે રાત્રીના સમયે ડેરીના દૂધ ભરવાના ટાંકામાંથી પાઇપ દ્વારા દૂધ કાઢી જીપમાં રાખેલા કેનમાં ભરી ચોરી કરતા પાંચ શખસોને ગામ લોકો જોઇ જતા ભાગી છૂટ્યા હતા.જે બાબતે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પાંચેય શખસોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.પાંચેય શખસો દૂધની ચોરી કરી ટાંકામાં પાણી નાખી દેતા હતા.

ડીસા તાલુકાના વરનોડા ગામે આવેલી બનાસડેરી સંચાલિત દૂધ ડેરીમાંથી સોમવારે રાત્રીના 11: 30 વાગ્યા આસપાસ વરનોડા ડેરીના ત્રણ કર્મચારી તથા જીપ લઇને આવેલા બે વ્યક્તિઓ દૂધ ડેરીમાં રહેલ દૂધ ભરવાના ટાંકામાથી નળી લગાવી જીપમાં રાખેલા બે ગોળ કેન તથા એક ચોરસ કેનમાં 300 લીટર દૂધ કિંમત રૂ.9 હજારની ચોરી કરતા હતા. ત્યારે ગ્રામજનો આવી પહોંચ્યા હતા. અને ચોરી કરતાં શખસો વિરુદ્ધ આગથળા પોલીસ મથકે શંભુભાઇ ગમનભાઈ રબારી (રહે.વરનોડા) એ ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેયને ઝડપી લીધા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ડેરીમાં ચોરી થઈ રહી હતી અને તે જેટલુ દૂધ કાઢતા તેટલુ પાણી ઉમેરતા જેની પાછળ ડેરી સાથે સંકળાયેલા કેટલાક મોટા માથાઓની રહેમ નજરથી થતી હોવાની શંકા છે.જો પોલીસ તટસ્થ તપાસ કરે તો બધું બહાર આવી શકે છે.

વરનોડા ગામની ડેરીમાંથી રાત્રીના સમયે ટાંકામાંથી દૂધની ચોરી કરતા પાંચ શખસો ઝડપાયા હતા.તસવીર ભાસ્કર

ચોરીમાં ઝડપાયેલા શખસો
1. દશરથભાઈ ઈશ્વરભાઈ રબારી ,2. ભરતભાઈ મફાભાઈ રબારી,3. સાગરભાઈ મગનભાઈ રબારી ( ત્રણેય રહે. વરનોડા) ,4. ગજેન્દ્રભાઈ પુનમાજી ચૌધરી, 5. સાગરભાઈ નારણભાઈ દેસાઈ (બંને રહે. ધ્રાન્ડવ તા. દિયોદર)

ભાસ્કર ન્યૂઝ| લાખણી

ડીસા તાલુકાના વરનોડા ગામે રાત્રીના સમયે ડેરીના દૂધ ભરવાના ટાંકામાંથી પાઇપ દ્વારા દૂધ કાઢી જીપમાં રાખેલા કેનમાં ભરી ચોરી કરતા પાંચ શખસોને ગામ લોકો જોઇ જતા ભાગી છૂટ્યા હતા.જે બાબતે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પાંચેય શખસોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.પાંચેય શખસો દૂધની ચોરી કરી ટાંકામાં પાણી નાખી દેતા હતા.

ડીસા તાલુકાના વરનોડા ગામે આવેલી બનાસડેરી સંચાલિત દૂધ ડેરીમાંથી સોમવારે રાત્રીના 11: 30 વાગ્યા આસપાસ વરનોડા ડેરીના ત્રણ કર્મચારી તથા જીપ લઇને આવેલા બે વ્યક્તિઓ દૂધ ડેરીમાં રહેલ દૂધ ભરવાના ટાંકામાથી નળી લગાવી જીપમાં રાખેલા બે ગોળ કેન તથા એક ચોરસ કેનમાં 300 લીટર દૂધ કિંમત રૂ.9 હજારની ચોરી કરતા હતા. ત્યારે ગ્રામજનો આવી પહોંચ્યા હતા. અને ચોરી કરતાં શખસો વિરુદ્ધ આગથળા પોલીસ મથકે શંભુભાઇ ગમનભાઈ રબારી (રહે.વરનોડા) એ ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેયને ઝડપી લીધા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ડેરીમાં ચોરી થઈ રહી હતી અને તે જેટલુ દૂધ કાઢતા તેટલુ પાણી ઉમેરતા જેની પાછળ ડેરી સાથે સંકળાયેલા કેટલાક મોટા માથાઓની રહેમ નજરથી થતી હોવાની શંકા છે.જો પોલીસ તટસ્થ તપાસ કરે તો બધું બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...