તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસાના ચોરૈયા બજારમાં દબાણો હટાવાતાં માર્ગ 20 ફૂટ ખુલ્લો થયો

ડીસાના ચોરૈયા બજારમાં દબાણો હટાવાતાં માર્ગ 20 ફૂટ ખુલ્લો થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાના ચોરૈયા બજારમાં પાલિકાએ મંગળવારે નડતરરૂપ શેડ અને ઓટલા તોડી 20 ફૂટ રસ્તો ખુલ્લો કર્યો હતો.દિવસ દરમિયાન 70 જેટલા દબાણ હટાવી લેવાયા હતા.

ડીસામાં ટ્રાફિક અને દબાણની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. ડીસાના હાર્દસમાન વિસ્તાર ગણાતા લેખરાજ ચાર રસ્તા, ફુવારા સર્કલ સહિત અનેક જગ્યાએ વ્યાપક પ્રમાણમાં દબાણો કરાયા હોવાની બૂમરાડના પગલે ડીસા પાલિકામાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાતાં પાલિકાના દબાણ વિભાગ દ્વારા ચોરૈયા બજારમાં દુકાન ધારકો દ્વારા લગાવેલ શેડ તથા ઓટલાઓ તોડી પડયા હતા.જોકે શહેરમાં અનેક જગ્યાએ દબાણો કરી દેવામાં આવ્યા છે.નગરપાલિકાએ 70 જેટલા દબાણ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.

પાલિકા દ્વારા 20 ફૂટનો રોડ ખુલ્લો કરાયો

પાલિકાના દબાણ અધિકારી મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે ચોરૈયા બજાર ડીસાનું વર્ષો જૂનું બજાર છે વેપારીઓએ દુકાન આગળ ઓટલા અને શેડ બનાવી રસ્તો 10 ફૂટનો કરી દીધો હતો.જેથી વાહન પણ નીકળી શકે તેવી સ્થિતિ ન હતી.આથી દબાણને દૂર કરી હાલ 20 થી 25 ફૂટ નો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.

ડીસા નગરપાલિકા દબાણ વિભાગે મંગળવારે આ વિસ્તારના નડતરરૂપ અને શેડ તોડી માર્ગ ખુલ્લા કરવામાં આવ્યા હતા.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...