તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસાના ભાયણ નજીકના રામેશ્વર મહાદેવેે સહસ્ર કમળથી લઘુરુદ્ર અભિષેક

ડીસાના ભાયણ નજીકના રામેશ્વર મહાદેવેે સહસ્ર કમળથી લઘુરુદ્ર અભિષેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા તાલુકાના ભોયણ સામે આવેલ ગોકુળનગરના રામેશ્વર મહાદેવના મંદિર ખાતે સોમવારે પંચ દ્રવ્યો સાથે એક હજાર કમળથી મહાદેવનો શાસ્ત્રોક્ત વિધિસર અભિષેક કરવામાં આવ્યો હતો.

ભગવાન વિષ્ણુએ દેવાધિદેવ મહાદેવની કઠોર તપસ્યા કરી હતી. જેમાં સવા લાખ કમળથી અભિષેક કર્યો હતો. દરમિયાન ભગવાન શિવ શંકરે તેમની પરીક્ષા લેવા એક-એક કમળ ઓછું કરી દીધું હતું. જેથી ભગવાન વિષ્ણુએ તેમનું નેત્રકમળ શિવજીને અર્પણ કરી દીધું હતું. ત્યારે શિવજીએ પ્રસન્ન થઇ તેઓને સુદર્શનચક્ર વરદાનરૂપે અર્પણ કર્યું હતું. શિવલિંગ પર કમળ અભિષેક કરવાનું વિશેષ મહત્વ રહ્યું છે. કમળ અભિષેક કરવાથી મનોવાંછિત ફળ અર્પણ થાય છે. ત્યારે ડીસા તાલુકાના ભોયણ સામે આવેલ ગોકુલનગરના રામેશ્વર મંદિર ખાતે અગિયાર ભૂદેવોની ઉપસ્થિતિમાં પંચદ્રવ્ય લઘુરુદ્ર અભિષેક કરાયો હતો. આ ઉપરાંત 1008 કમળોથી શિવજીનો અભિષેક કર્યો હતો.

શાસ્ત્રી પ્રહલાદભાઈ જોશીએ જણાવ્યું હતું કે ‘કમળ લઘુરુદ્ર અભિષેકનું વિશેષ મહત્વ છે. જેનાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મનોવાંછિત ફળ પ્રાપ્તિ થાય છે. શ્રાવણના સોમવારે લઘુરુદ્રનો વિશેષ મહત્વ રહેલું છે. સોમવારે 11 ભૂદેવો દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરાયું હતું. ઉપરાંત ડીસાના મહાદેવના મંદિરોમાં ભક્તોએ દૂધ ચંદન જળ ચોખા સહિત પંચ દ્રવ્યથી અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

રામેશ્વર મહાદેવને સોમવારે પંચ દ્રવ્યો સાથે 1008 કમળથી મહાદેવનો શાસ્ત્રોક્ત વિધિસર અભિષેક કરાયો હતો.તસવીર-ભાસ્કર

ભાસ્કર ન્યૂઝ | ડીસા

ડીસા તાલુકાના ભોયણ સામે આવેલ ગોકુળનગરના રામેશ્વર મહાદેવના મંદિર ખાતે સોમવારે પંચ દ્રવ્યો સાથે એક હજાર કમળથી મહાદેવનો શાસ્ત્રોક્ત વિધિસર અભિષેક કરવામાં આવ્યો હતો.

ભગવાન વિષ્ણુએ દેવાધિદેવ મહાદેવની કઠોર તપસ્યા કરી હતી. જેમાં સવા લાખ કમળથી અભિષેક કર્યો હતો. દરમિયાન ભગવાન શિવ શંકરે તેમની પરીક્ષા લેવા એક-એક કમળ ઓછું કરી દીધું હતું. જેથી ભગવાન વિષ્ણુએ તેમનું નેત્રકમળ શિવજીને અર્પણ કરી દીધું હતું. ત્યારે શિવજીએ પ્રસન્ન થઇ તેઓને સુદર્શનચક્ર વરદાનરૂપે અર્પણ કર્યું હતું. શિવલિંગ પર કમળ અભિષેક કરવાનું વિશેષ મહત્વ રહ્યું છે. કમળ અભિષેક કરવાથી મનોવાંછિત ફળ અર્પણ થાય છે. ત્યારે ડીસા તાલુકાના ભોયણ સામે આવેલ ગોકુલનગરના રામેશ્વર મંદિર ખાતે અગિયાર ભૂદેવોની ઉપસ્થિતિમાં પંચદ્રવ્ય લઘુરુદ્ર અભિષેક કરાયો હતો. આ ઉપરાંત 1008 કમળોથી શિવજીનો અભિષેક કર્યો હતો.

શાસ્ત્રી પ્રહલાદભાઈ જોશીએ જણાવ્યું હતું કે ‘કમળ લઘુરુદ્ર અભિષેકનું વિશેષ મહત્વ છે. જેનાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને મનોવાંછિત ફળ પ્રાપ્તિ થાય છે. શ્રાવણના સોમવારે લઘુરુદ્રનો વિશેષ મહત્વ રહેલું છે. સોમવારે 11 ભૂદેવો દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરાયું હતું. ઉપરાંત ડીસાના મહાદેવના મંદિરોમાં ભક્તોએ દૂધ ચંદન જળ ચોખા સહિત પંચ દ્રવ્યથી અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...