તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસાના વિઠોદર ચાર રસ્તા પરથી દારૂ ભરેલા બે વાહનો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાના વિઠોદર ચાર રસ્તા પાસેથી મંગળવારે વિદેશી દારૂ ભરેલ કાર પસાર થતી હોવાની બાતમીના આધારે ડીસા તાલુકા પોલીસ મથકના સ્ટાફે માર્ગ કોર્ડન કરી લીધો હતો. આ દરમિયાન વિદેશી દારૂ ભરેલી એક ગાડી અને કાર ઝડપાઇ હતી. પોલીસે રૂ. 4.42 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો કાર અને ગાડીમાંથી ચાર શખ્સો પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા.

વિઠોદર ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી પસાર થતી હોવાની અંગત બાતમીના આધારે મંગળવારે ડીસા તાલુકા પોલીસ મથકના સ્ટાફે માર્ગ કોર્ડન કરી લીધો હતો. આ દરમિયાન બાતમીદાર અલ્ટો કાર જીજે-08-આર-4313 તથા મહિન્દ્રા મેક્સ જીજે-09-એમ-4660 પસાર થતાં તેને રોકી તલાસી લીધી હતી. જોકે પોલીસને જોઇ કાર અને ગાડીમાં સવાર ચાર શખશો નાસી છૂટ્યા હતા.પોલીસે કાર અને ગાડીમાંથી રૂ. 1,22,200 ના વિદેશી દારૂ સાથે ગાડીની કિંમત મળી કુલ રૂ. 4,42,700 નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.

પોલીસે 4.42 લાખનો મુદ્દામાલ કબજે લીધો
અન્ય સમાચારો પણ છે...