તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા પાલિકાએ ગંગાજી વોહળામાં કચરો નાખવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ મંજૂરી લીધી નથી

ડીસા પાલિકાએ ગંગાજી વોહળામાં કચરો નાખવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ મંજૂરી લીધી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા પાલિકા દ્વારા તમામ વોર્ડનો કચરો એકત્રિત કરી જુનાડીસા પાસે આવેલ ગંગાજી વહોળામાં ઠાલવી તેને સળગાવી દેવામાં આવે છે.જેના પરિણામે જુનાડીસાના ગ્રામજનોનાં અનેક લોકોને શ્વાસના રોગો, ચામડીના રોગોની બીમારીનો ભોગ બનવું પડ્યું છે. ઘન કચરો નાખવા બાબતે ગ્રામજનો દ્વારા સખત વિરોધ પણ કરવામાં આવ્યો છે.

જાગૃત નાગરિક દ્વારા આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત પોલીસ કંટ્રોલ બોર્ડના અધિકારી ઘટના સ્થળે આવી હવાના નમૂના લીધા હતા. જેમાં પ્રદૂષણની માત્રામાં વધારો જણાઈ આવતા તંત્ર તરફથી નગરપાલિકાને નોટિસ પાઠવી ગંગાજી વોહળામાં કચરો ન સળગાવવા અને હવામાં પ્રદૂષણ ન ફેલાય તે માટે તકેદારી રાખવા વૈજ્ઞાનિક ઢબે લેન્ડફીલ સાઇટ ડેવલોપ કરવા સૂચના આપવામાં આવી હતી તેમ છતાં પાલિકા દ્વારા કચરો ઠાલવી કચરાને સળગાવી તંત્રની નોટિસની અવગણના કરાય છે. આ અંગે ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિ કહ્યું કે ‘અમે હમણાં જ ગંગાજી વહોળાની મુલાકાત લીધી છે. અહીયા કચરો સળગાવાતો નથી પરંતુ ભીનો અને સૂકો કચરો ભેગો થતાં અહીંયા આગ લાગી જાય છે. આગામી દસ દિવસમાં આ જગ્યાએ બનાવી વૃક્ષો વાવવા નું આયોજન છે.’

અન્ય સમાચારો પણ છે...