ડીસાની પંચાયતોને ટ્રેકટર ફાળવાયા પણ ડ્રાયવર નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (એટીવીટી) અંતર્ગત ગ્રામ પંચાયતોને સફાઇ, માટીકામ, રસ્તાના સમારકામ સહિતના કામો માટે ટ્રેકટર ફાળવવામાં આવ્યા છે પરંતુ પંચાયતો પાસે ડ્રાયવરની જોગવાઇ હોવાથી ટ્રેકટરો ઉપયોગી થશે કેમ તે વિશે ચર્ચા ઉઠી છે. પંચાયતો પાસે પટાવાળાની પુરતી સગવડ નથી ત્યાં ડ્રાયવરનો પગાર ક્યાંથી કાઢશે તે સવાલ છે.

એટીવીટી અંતર્ગત સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને ઘનકચરો ઉપાડવા, રસ્તાનું સમારકામ કરવા, પાણીના ટેન્કર ખેંચવા સહિતના કામો માટે ટ્રેકટરો ફાળવવામાં આવ્યા છે. જેમાં ડીસા તાલુકાના ઝેરડા, ટેટોડા, શેરપુરા અને વડાવલ ચાર ગામોને ધારાસભ્ય ગોવાભાઇ રબારીના હસ્તે ટ્રેકટરનું વિતરણ કરાયું હતું. જો કે, ટ્રેકટર આપતાં અગાઉ પંચાયતો પાસે ડ્રાયવર કે ડિઝલ ખર્ચ રૂ. 400 તેમજ ટ્રેકટર સાથે એક મજૂર જોઇએ એટલે મજૂરનો દૈનિક ખર્ચ રૂ. 300 નો ખર્ચ જોતા મહિને રૂ. 30 થી 35 હજારનો ખર્ચ થાય તેમ છે. જેની પંચાયતો કોઇપણ રીતે જોગવાઇ કરી શકે તેમ નથી. આથી ટ્રેકટર બિનઉપયોગી પડી રહેવાની સંભાવના છે. જેથી સરકારી નાણાંનો વેડફાટ છે. પંચાયતોને હવે એટીયુટીમાંથી ડ્રાયવર, ડિઝલનો ખર્ચ અપાય તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...