બનાસકાંઠાના સ્વાતંત્ર સેનાની ગુણવંતરાય મહેતાનું નિધન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનેઆઝાદી અપાવવાની લડતમાં બનાસકાંઠા જિલ્લાના 14 આઝાદીના લડવૈયામાંથી છેલ્લા સ્વાતંત્ર સેનાની ગુણવંતરાય કાળીદાસ મહેતાનું ડીસા ખાતે 87 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ શુક્રવારે નિધન થયું હતું. સદ્દગતની અંતિમવિધિ સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરાઇ હતી.

બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા વાવના મૂળ વતની ગુણવંતરાય કાળીદાસ મહેતાએ આઝાદીની અનેક ચળવળોમાં ભાગ લીધો હતો. બનાસકાંઠાના 14 સ્વાતંત્ર સેનાનીઓમાં હાલમાં જીવીત તેઓ છેલ્લા સ્વાતંત્ર સેનાની હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તેઓનું અનેક વખત સન્માન કરાયું હતું. વડાપ્રધાનોના હસ્તે પણ તેમને સન્માનપત્રો અપાયેલા છે. ખૂબ સાદગીસભર અને સેવાકીય જીવન જીવતા ગુણવંતરાય ડીસા ખાતે તેમના પુત્રના ત્યાં રહેતા હતા. શુક્રવારે બપોરે ટૂંકી બીમારી બાદ તેમનો જીવનદીપ બુઝાયો હતો. તેમના પાર્થિવદેહના અંતિમ દર્શનાર્થે જિલ્લા કલેકટર જેનુ દેવન, જિલ્લા પોલીસવડા નિરજ બડગુજર સહિત રાજકીય, સહકારી અગ્રણીઓએ આવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમની અંતિમવિધી સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...