તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વજેગઢ સીમમાંથી નવજાત બાળક બિનવારસી મળ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદનાડીસા હાઇવે પર વજેગઢ ગામની સીમમાં અમીધરાનગરના પાટીયા પાસે શુક્રવારની સાંજના સુમારે વિહોતર ગૃપના સદસ્યો ગણપતિ મહોત્સવના ગરબાની તૈયારી કરી રહ્યા હતા.આ વખતે નજીકની બાવળોની ઝાડીમાં એક બાળકના રુદનનો અવાજ આવતાં બધા બાજુ દોડ્યા હતા અને જોતાં આશ્ચર્ય વચ્ચે એક પ્લાસ્ટીકની કોથળીમાં થેલીમાં રાખી તેને પણ રૂમાલમાં વિંટાળેલી હાલતમાં ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યો હતો.બનાવની જાણ થતાં બહોળી સંખ્યામાં લોકોના ટોળાં જામ્યાં હતાં. જે પૈકી અમરતભાઇ જાણ કરતાં થરાદ 108ના પાયલોટ રાજુભાઇ પરમાર અને ઇએમટી હિના સિપાઇ દોડી આવ્યા હતા. હિના સિપાઇએ ઠરી ગયેલ બાળકને વોર્મ કર્યું હતું અને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી.

108ની ટીમે બાળકની પ્રાથમિક સારવાર કરી હતી. તસવીર-વિષ્ણુદવે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો