ડીસાના લાયન્સ હોલમાં શ્રીમદ ભાગવતકથાનું સમાપન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : ડીસાનાલાયન્સ હોલ ખાતે ભાગવત સપ્તાહકથાનું આયોજન કરાયું હતું. જેમાં સ્વામી રામકૃષ્ણદાસજીના મધુર સ્વમુખેથી ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. સ્વામી રામકૃષ્ણદાસજીએ ભાગવત કથામં શ્રોતાઓને જીવનમાં જેને સુખી થવુ હોય તેને મનથી ખાલી થવા જણાવ્યું હતું. ઉપરાંત જેમ વાંસણી ખાલી છે. તેથીભગવાનને વ્હાલી છે તેમ ભગવાનને જીવનમાં મનના ભાર ઉતારનાર તેમજ અન્યને મદદ કરનાર લોકો ભાગવાનને પ્રિય છે તેમ જણાવ્યું હતું. ડીસાના લાયન્સ હોલ થાતે શ્રીમદ ભાગવત કથા રાત્રિ પારાયણનું આયોજન કરાયું હતું. જેમાં તા. 9 થી 13 ઓગસ્ટ સુધી સ્વામી રામકૃષ્ણદાસજીના મુખારવીન્દથી કથાનું રસપાન કરાયું હતું. કથામાં સ્વામી નારાયણ, નર-નારાયણ દેવતાના મંદિરના આચાર્ય 1008 કૌશલ્યેન્દ્રપ્રસાદ મહારાજ સહિત સંતો-મહંતો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...