• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસાના ગલાલપુરાના પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલું જીપડાલું ઝડપાયું

ડીસાના ગલાલપુરાના પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલું જીપડાલું ઝડપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રાઈવર સહિત એક શખસ જીપ મુકી નાસી છુટ્યા

ડીસાતાલુકાના ગલાલપુરા પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલ જીપ ડાલું પસાર થતું હોવાની બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે માર્ગ કોર્ડન કરી જીપને ઝડપી લીધી હતી. જોકે પોલીસને જોઇ ડ્રાઈવર તેમજ અન્ય એક શખસ ગાડી મૂકી નાસી છૂટ્યા હતા. પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી રૂ. 1,04,800નો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવતા પોલીસે તમામ મુદામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા તાલુકાના ભડથ કેનાલ પાસેથી શનિવારની મોડી રાત્રે એક વિદેશી દારૂ ભરેલ જીપડાલું પસાર થતું હોવાની બાતમી મળતા એલ.સી.બી. પોલીસ મથકના સ્ટાફે ગલાલપુરના પાટિયા પાસે માર્ગ કોર્ડન કરી લીધો હતો. દરમિયાન બાતમીદાર જીપડાલું નંબર આરજે-16-જીએ-1095 પસાર થતા તેને રોકવા પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસને જોઇ ડ્રાઇવરે ગાડી ભગાવી મૂકી હતી. બાદમાં ડ્રાઈવર તેમજ તેની સાથેનો અન્ય એક શખસ જીપડાલું મૂકી નાસી છૂટ્યો હતો. એલ.સી.બી. પોલીસે જીપનો પીછો કરી જીપને ઝડપી લીધા બાદ જીપડાલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની 1048 બોટલો મળી કુલ રૂ. 1,04,800 મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે જીપડાલા સહિત તમામ મુદામાલ કબ્જે લઇ જીપડાલાના ચાલક સહિત અન્ય એક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...