તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • તું ત્યાં બાજરી આપવા કેમ ગયો તેમ કહી ભડથમાં આધેડને ધારિયું ઝીંક્યું

તું ત્યાં બાજરી આપવા કેમ ગયો તેમ કહી ભડથમાં આધેડને ધારિયું ઝીંક્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાભડથ ખાતે રહેતા એક શખ્સને ‘તું અમને પૂછ્યા વગર બાજરી આપવા કેમ ગયો હતો’ તેવું કહી લાકડી તથા ધારીયું ઝીંકી દેતા શખ્સ ઘવાયો હતો. જેથી ઘવાયેલા શખ્સને સારવાર અર્થે ખસેડ્યા બાદ ચાર શખ્સો વિરુદ્ધ શહેરના રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

મળતી માહિતી અનુસાર ડીસા તાલુકાના ભડથ ખાતે રહેતા સુરજસિંહ વાઘેલા તથા તેમના પુત્ર વનરાજસિંગ વાઘેલા ધાનપુર ગામે રહેતા તેમના સંબંધી મોબતસિંહ વાઘેલાના ત્યાં ટ્રેક્ટર લઇ બાજરી આપવા ગયા હતા. દરમિયાન પરત ફરતી વખતે ધાનપુર ગામની સીમ પાસે ઉભેલા લાધુસિંહ મગનસિંહ વાઘેલા તથા પ્રભાતસિંહ મગનસિંહ વાઘેલા સહિત અન્ય બે શખ્સો તેમને ઉભા રખાવી ક્યાં ગયા હતા તેમ પૂછ્યું હતું. જેથી તેમને અમારા સંબંધી મોબતસિંહને ત્યાં બાજરી આપવા ગયો હતો તેમ કહેતા લાધુસિંહે ‘તું કેમ ત્યાં બાજરી આપવા ગયો હતો’ તેમ કહી ત્યાં ઉભેલા શખ્સોએ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલી હતી. બાદમાં લાકડી અને ધારીયા વડે ઘા ઝીંકતા તેઓ ઘવાયા હતા. બાદમાં મારમારનાર શખ્સો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ઘવાયેલા સુરાજસિંહને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડ્યા હતા. મામલે કનુભા રંગતસિંહ વાઘેલાએ શહેરના રૂરલ પોલીસ મથકે લાઘુસિંહ વાઘેલા તથા પ્રભાતસિંહ વાઘેલા સહિત અન્ય બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ચાર શખસો વિરુદ્ધ ડીસા રૂરલ મથકે ફરિયાદ નોંધાઇ

અન્ય સમાચારો પણ છે...