તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસામાં ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેને મુલાકાત લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેને મુલાકાત લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાશિવનગર વિસ્તારમાં સ્થાનિક રહીશોની રજુઆતના પગલે ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેને સોમવારે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને સાથે રાખી સ્થાનિકોની સમસ્યા હલ કરવા ખાતરી આપી હતી.

ડીસાના શિવનગર વિસ્તારના રહીશો ઘણા વર્ષોથી વિવિધ સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે. જેમાં રસ્તા, ગટર, દબાણ જેવા સ્થાનિક પ્રશ્નોને લઇ લોકોએ પાલિકામાં અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ તેમની કોઇ રજૂઆતો સાંભળવામાં આવતા પ્રશ્નો ઠેર ના ઠેર રહ્યા હતા. ત્યારે ગુજરાત સરકારના ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન પ્રવિણ પંડ્યાએ સોમવારે શિવનગર વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી. જેમાં લોકોએ રસ્તા, દબાણ, ગટર અને ગંદકીની રજૂઆતો કરતા તેમણે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને સાથે રાખી સ્થાનિકોની સમસ્યા હલ કરવા ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો