તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરાના નેનાવા ખાતે બનાસ કૃષિ બજારનું લોકપર્ણ કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાનેરાતાલુકાના નેનાવા ખાતે બનાસ કૃષિ બજારનુ તાજેતરમાં ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં 111 દુકાનો ના વેપારીઓએ શ્રી ગણેશ કરાયા હતા. જેમાં પ્રથમ દિવસેજ ૧૦ હજાર થી પણ વધારે બોરીઓની આવક થવા પામી હતી તેમજ પોષણક્ષમ ભાવ પણ મળી રહેતા ખેડુતોમાં આનંદ છવાયો હતો.

પ્રસંગે શંકર ચૌધરીએ ખેડુતોને સંબોધતાં જણાવેલ કે બહેનોને ત્રીસ ત્રીસ કિ.મી દુર ધાનેરા પોતાનો માલ વેચવા જવુ પડતુ હતુ ને હવે જવુ નહી પડે માર્કેટયાર્ડ ઉભુ થવાથી અહી કેટલાય લોકોને રોજગાર પણ મળસે તેમજ ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી પણ સગવડ કરાઇ છે જ્યારે ટુંક સમયમાંજ નેનાવા માર્કેટયાર્ડ ખાતે લેબોરેટ્રી પણ ઉભી કરવામાં આવસે જેના કારણે ખેડુતો ને વધારે ફાયદો થશે. લોકાપર્ણના પ્રથમ દિવસે ગંજબજાર માલથી ઉભરાયુ હતુ અને 10 હજારથી વધારે બોરીઓના વેપાર થવા પામ્યા હતા પ્રસંગે આરોગ્યમંત્રી શંકરભાઇ ચૌધરી, મંત્રીશ્રી કેશાજી ચૌહાણ, ગુજરાત બેંકના ચેરમેન અજય પટેલ, પ્રદેશ મહમંત્રી કે.સી.પટેલ, ધાનેરા ધારાસભ્ય જે.કે.પટેલ, મર્કેનટાઇલના ચેરમેન નથાભાઇ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલ, બનાસ બેન્કના ચેરમેન એમ.એલ.ચૌધરી, ડીસા એ.પી.એમ.સી ચેરમેન માવજી દેસાઇ, થરા એ.પી.એમ.સી ચેરમેન અણદાભાઇ પટેલ, મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો