તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં રૂ.19,720ની મત્તા સાથે પાંચ જુગારી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસાનારેલવે સ્ટેશન વિસ્તારમાં ખાડીયામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં ડીસા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.ડી. ચૌધરી, જશુભા રાજપૂત સહિતની ટીમે રેડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી અમીચંદ વજાજી ઠાકોર, ભરતજી સરદારજી ઠાકોર, રમેશજી આંબાજી ઠાકોર, અમરતજી ઉર્ફે ટીનાજી અરજણજી ઠાકોર (તમામ રહે. રેલવે સ્ટેશન) તથા મૌસીનભાઇ અકબરભાઇ શેખ (રહે. અમનપાર્ક, ડીસા)ને જુગાર સાહિત્ય, 4 મોબાઇલ તથા રોકડ રૂ. 12,550 મળી રૂ.19,720ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે પાંચેય જુગારી વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...