માળી સમાજ દ્ધારા દ્વારકામાં સ્વધર્મ માનસ કથા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | અખિલ ભારતીય આહીર યાદવ સેવા સમાજ ભવન-દેવભૂમિ દ્ધારકા નગરીમાં ગૌસેવા તથા શિક્ષણ સેવા અર્થે કથાનું આયોજન કર્યું છે. યાત્રાળુઓનું પ્રસ્થાન 11 ઓગષ્ટ-સાંજે 6-30 કલાકે થશે. જેમાં કથા પ્રારંભ તા. 12 ઓગષ્ટને રવિવારથી કથા પૂર્ણાહુતી તા. 18 ઓગષ્ટને શનિવાર સુધી સ્વધર્મ માનસ કથાનું રસપાન કથાકાર ગૌભકત છોગારામજી બાપુ (હરિહરદાસજી બાપુ) કરાવશે. 18 ઓગષ્ટને શનિવારે દ્ધારકાધીશ મંદિર ખાતે ધ્વજારોહણ સમારોહ યોજાશે. માજી સરપંચ સોમાલાલ કચ્છવા, લાલાજી ગેલોત, પ્રકાશભાઇ માળી, વસંતભાઇ કચ્છવા, નેમાજી પઢિયાર, કિર્તીભાઇ રૂપાજી માળી (ધાનેરા),ડાહ્યાભાઇ માળી (દિયોદર-ભાભર), મહેન્દ્રભાઇ માળી, ગણપતભાઇ ભાટી સહિત સમાજના અગ્રણીઓએ પધારવા માળી સમાજ દ્ધારા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...