• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસામાં તસ્કરોનો તરખાટ,એક જ રાતમાં 15 દુકાનનાં તાળાં તૂટ્યા

ડીસામાં તસ્કરોનો તરખાટ,એક જ રાતમાં 15 દુકાનનાં તાળાં તૂટ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાના જલારામ મંદિર સામે આવેલ શોપિંગ સેન્ટરમાં રહેલા પ્રથમ અને બીજા માળે રહેલી 15 થી વધુ દુકાનોના શુક્રવારે રાત્રે તાળા તોડયા હતા. જેમાંથી 6 થી વધુ દુકાનોમાંથી 2,44,500 રૂપિયાની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.જોકે આ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ બાબતની જાણ થતા ડીસા ઉત્તર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ડીસાના જલારામ મંદિર સામે આવેલ વિમલ પારસ શોપિંગ સેન્ટર ની દુકાનો ને તસ્કરો એ નિશાન બનાવી હતી અને શોપિંગ સેન્ટરની 15 થી વધુ દુકાનોના તાળા તોડી તરખાટ મચાવ્યો હતો. જેમાં છથી વધુ દુકાનોમાં રોકડા મોબાઈલ લેપટોપ સહિત મળી રૂ 2,44,500 ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જોકે શોપિંગ સેન્ટરની અનેક દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા .જેમાં 20થી25 વર્ષના ત્રણ શખ્સો શોપિંગ સેન્ટરની દુકાનોમાં તાળા તોડી ચોરી કરતા કેમેરામાં કેદ થઇ ગયા હતા જોકે વહેલી સવારે દુકાનદાર કો આ મામલે ઉત્તર પોલીસ મથકે જાણ કરી હતી બાદમાં ઉત્તર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. તાલુકા પોલીસ મથક અને વિમલ પારસ શોપિંગ સેન્ટર વચ્ચે 100 મીટર જેટલું અંતર છે .15 દુકાનોમાં ચોરી ની ઘટના બનતા રોષ ફેલાયો છે.

કોની દુકાનોને નિશાન બનાવી જુઓ પાના નં -2

દાનના પૈસા પણ ન છોડ્યા
વિમલ પારસ શોપિંગ સેન્ટરમાં આવેલી એસ.એસ.જે. ફાઇનાન્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી 70 હજાર રૂપિયાનો મોબાઇલ ચોરી ગયા હતા ઉપરાંત દુકાનમાં ગૌસેવાની દાનપેટીમાં પેટીમાં રહેલા 4000 રૂપિયા પણ તસ્કરો ચોરી ગયા હતા. જોકે આ દુકાનમાં સીસીટીવી લગાવેલા હોવાથી તસ્કરોએ દાનપેટી તોડી રૂપિયા ગણતા હોવાનું પણ સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...