• Home
  • Uttar Gujarat
  • Palanpur District
  • Deesa
  • ડીસામાં લારીઓ-આડેધડ પાર્ક કરેલા વાહનો દૂર કરી માર્ગો ખુલ્લા કરાયા

ડીસામાં લારીઓ-આડેધડ પાર્ક કરેલા વાહનો દૂર કરી માર્ગો ખુલ્લા કરાયા

ફૂવારા સર્કલથી બગીચા ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરાઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:26 AM
ડીસામાં લારીઓ-આડેધડ પાર્ક કરેલા વાહનો દૂર કરી માર્ગો ખુલ્લા કરાયા
ડીસામાં પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર અડચણરૂપ લારીઓ તથા આડેધડ પાર્ક કરેલા વાહનોને દૂર કરી માર્ગ ખુલ્લા કરવામાં આવ્યા હતા. બીજી તરફ શહેરમાં ટ્રાફિક સમસ્યા કાયમી દૂર થાય તે માટે દરેક કોમ્પલેક્ષ તથા બેંકોના બંધ પાર્કિંગ છે તે ખોલી પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી શહેરના અગ્રણીઓની માંગ છે.

શહેરના બગીચા સર્કલ, એસ.સી.ડબ્લ્યુ સર્કલ, ફુવારા સર્કલ, લેખરાજ ચાર રસ્તા, ગાંધી ચોક, જલારામ મંદિર સર્કલ, ગાયત્રી મંદિર સર્કલ, એરપોર્ટ ચાર રસ્તા સહિતના અનેક માર્ગો પર વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી શહેરીજનો ભારે મુશ્કેલી વેઠે છે. ગુરુવારે ફુવારા સર્કલ બગીચા ચાર રસ્તા પર અડચણરૂપ વાહનો તથા લારીઓ હટાવી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. જેમાં બગીચા, એસ.સી.ડબ્લ્યુ, અંબિકા ચોક, ગાંધી ચોક સહિતના માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકો સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

દરરોજ સાંજે પેટ્રોલિંગ તેજ કરવામાં આવશે. જ્યાં સુધી બીજો આદેશ ના થાય ક્યાં સુધી કામગીરી યથાવત રહેશે તેવું ડી.કે.બ્રહ્મભટ્ટ ઇન્ચાર્જ પી.આઇ. દક્ષિણ પોલીસ સ્ટેશને જણાવ્યું હતુ.

બગીચા સર્કલ

ડીસામાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને પાર્ક કરેલા વાહનો હટાવાયા.-ભાસ્કર

X
ડીસામાં લારીઓ-આડેધડ પાર્ક કરેલા વાહનો દૂર કરી માર્ગો ખુલ્લા કરાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App