ડીસામાં 15 દુકાનોમાં ચોરીનો મામલો : પોલીસે ત્રણ ટીમો બનાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | જલારામ મંદિર સામે આવેલા વિમલ-પારસ શોપિંગ સેન્ટર આવેલું છે. જેના બીજા માળે શુક્રવારની રાત્રે તસ્કરોએ એક પછી એક એવી 15 દુકાનોના તાળા તોડી હાથ ફેરો અજમાવતા પંથકમાં ચકચાર મચી હતી. તસ્કરોને લેપટોપ, રોકડ તેમજ મોબાઇલ સહિત જે હાથ લાગ્યું તે લઇને નાસી છૂટ્યા હતા. એક સાથે 15 દુકાનોમાં ચોરી થતા વેપારીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો. શખસો કેમેરામાં કેદ થઇ ગયા હતા. ચોરીમાં કુલ રૂ.2.49 હજારની મત્તા ચોરાઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સના આધારે એલસીબી તથા લોકલ પોલીસની 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...