• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા ઇન્દિરાનગર શાળાની મ.ભો. સંચાલિકા અને શિક્ષક, એસએમસી સભ્ય આમને સામને

ડીસા ઇન્દિરાનગર શાળાની મ.ભો. સંચાલિકા અને શિક્ષક, એસએમસી સભ્ય આમને સામને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા ત્રણ હનુમાન માર્ગ પર આવેલી ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજનના સંચાલિકાએ તેમની શાળાના શિક્ષક અને એસ.એમ.સી.ના સભ્યો સામે દર મહિને હપ્તો આપવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો કરી પોલીસ મથકે લેખિત અરજી આપી છે. જેથી સોમવારે આ મામલો ગરમાયો હતો. જેમાં રોષે ભરાયેલા વાલીઓ શાળામાં ભેગા થયા હતા અને બાદમાં સંચાલિકા વિરુદ્ધ ર ઉત્તર પોલીસ મથકે રજુઆત કર્યા બાદ તેઓ શિક્ષણ વિભાગ અને મામલતદારમાં રજુઆત કરવા ગયા હતા. જેથી મધ્યાહન ભોજન સંચાલિકા તથા શિક્ષક અને એસ.એમ.સી સભ્યો આમને-સામને આવી જતા સમગ્ર મામલો ગરમાયો હતો.

ડીસામાં આવેલી ઇન્દીરાનગર (ધુ) પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના સંચાલિકા વર્ષાબેન પટેલે પોલીસમાં અગાઉ અરજી આપી હતી. જેમાં ગંભીર આક્ષેપ કરાયા હતા. અરજીમાં જણાવ્યુ હતું કે આજ શાળાના શિક્ષક રમેશચંદ્ર જોષી તથા એસએમસી અધ્યક્ષ જગદીશભાઈ રાજપૂત અને સભ્ય ભીખાભાઈ માળીએ તેમને ડરાવી-ધમકાવીને દર મહિને રૂ. 2000 અને પાંચ કિલો તેલ- ચોખા આપવા પડશે. તેમ જણાવીને હેરાન પરેશાન કરતા હતા ઉપરાંત એસ.એમ.સી ના સભ્યોએ રસોડામાં આવી રૂ. 1000 આપવા નહીં તો નોકરીમાંથી બરતરફ કરાવવાની ધમકી આપી હતી. જોકે મધ્યાહન ભોજન ચલાવતા સંચાલિકાની રજૂઆતના પગલે ઈનદીરાનગર ના વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો અને સોમવારે તેઓ શાળામાં પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...