માલગઢની આદર્શ હાઇસ્કૂલમાં નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : ડીસા તાલુકાના માલગઢ ગામની શેઠ એલ.એચ. માળી આદર્શ હાઈસ્કૂલમાં ગુરુવારે નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓનું નિઃશુલ્ક રોગ નિદાન કરાયું હતું. જ્યારે રાધે-ક્રિષ્ણા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના લેબ સંચાલક પ્રકાશભાઇ માળીએ હોસ્પિટલ સંચાલિત નર્સીંગ સ્કૂલ તેમજ ભવિષ્યમાં આવનાર અભ્યાસક્રમો અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને માહિતી આપી હતી. તેમજ માલગઢ હાઈસ્કૂલના વાલીઓને આગામી બે દિવસ સુધી હોસ્પિટલમાં નિઃશુલ્ક નિદાન તેમજ નિઃશુલ્ક ડીજીટલ એક્સ-રેની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ડીસાની લો-કોલેજના આચાર્યા રાજુલબેન દેસાઇ, શાળાના પ્રમુખ ચંદ્રકાન્તભાઇ પઢિયાર, શાળાના સુપરવાઇઝર ત્રંબકભાઇ ત્રિવેદી, શાળાના આચાર્ય દેવરાજભાઇ રાવલ, નર્સીંગ કોલેજના આચાર્યા, ફેકલ્ટી હોસ્પિટલ તેમજ સ્ટાફ, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...