તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસાના સાહિલ સોસાયટીના રહીશો ચાર માસથી પીવાના પાણીથી વંચિત

ડીસાના સાહિલ સોસાયટીના રહીશો ચાર માસથી પીવાના પાણીથી વંચિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાની સાહિલ સોસાયટીમાં છેલ્લા ચાર માસ ઉપરાંતથી પાણીનો કાળો કકળાટ જોવા મળી રહ્યો છે સોસાયટીમાં પાણી ન આવતા લોકોને ટેન્કરો મંગાવી પાણી ભરવાની ફરજ પડી રહી છે. પાણી ન આવવાના કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. સ્થાનિકોએ નગરપાલિકા લિખિત તથા મૌખિક રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા હોવાના સોસાયટીના રહીશો કરી રહ્યા છે. હવે પાણીની સમસ્યાના કારણે સોસાયટીના રહીશોનો આક્રોશ સાતમા આસમાને ચડી રહ્યો છે. જો આગામી સમયમાં નગરપાલિકા આ સમસ્યાને ગંભીરતાપૂર્વક લેતો સ્થાનિકો આંદોલન કરશે અને તે સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની તેવું જણાયું હતું.

સુમૈયાબેન મેમણે કહ્યું, ‘અમારી સોસાયટીમાં છેલ્લા છ માસથી પાણી આવતું નથી. આખા રમજાન મહિનામાં અમે ઉપાડીને પાણી ભર્યું છે. નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે પરંતુ કોઇ જવાબ મળતો નથી હવે અમારે નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે.’ શેખ ઇકબાલે કહ્યું ‘છેલ્લા છ માસથી સાહીલ સોસાયટીમાં પાણી આવતું નથી. નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે હવે પાલિકાને આંદોલન કરીને જ જગાડવી પડશે.’

પાઇપ લાઇન લંબાવીને પાણી પહોંચડાશે
‘સાહિલ સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં આવેલ છે જેના કારણે પાણીનો ફોર્સ નથી મળતો બે દિવસ અગાઉ સોસાયટીના રહીસોની અરજી આવી છે જેથી હવે પાણીની પાઇપ લાઈન લંબાવી સોસાયટીના રહીશો સુધી પાણી પહોંચાડવામાં આવશે.’ જીગરભાઇ પટેલ (ચીફ ઓફિસર)

અન્ય સમાચારો પણ છે...