તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ભડથમાં બાળકો ઉપાડવાની ગેંગ સમજી ગામલોકોએ 3 શખસોને ધિબેડી નાખ્યા

ભડથમાં બાળકો ઉપાડવાની ગેંગ સમજી ગામલોકોએ 3 શખસોને ધિબેડી નાખ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાના ભડથ ગામે આવેલા અને હિન્દી ભાષા બોલતા ત્રણ અજાણ્યા શખસોને બાળકો ઉપાડવાની ગેંગ સમજી બુધવારે ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો હતો. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી ડીસા તાલુકા પોલીસ મથકના પી.આઇ. તથા પી.એસ.આઇ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા ત્રણ શખ્સોને પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ભડથ ગામે બુધવારે ત્રણ અજાણ્યા શખસો આવ્યા હતા. જે ત્રણેય સામે હિન્દી ભાષા બોલતા હોવાથી તેઓને બાળકો ઉપાડવાની ગેંગ સમજીને ગ્રામજનોએ ત્રણેય શખ્સોની ધોલાઇ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી.

ત્રણેય શખસો પોલીસ મથકે લાવતાં ટોળેટોળા ઊમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...