તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરમીનો પારો આંશિક ગગડ્યો, વરસાદની આગાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ ડ્રિપ્રેશન સર્કલની વરસાદની સ્થિતિને લઇ ગુરૂવાર સવારથી ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જેને લઇ પારો આંશિક ગગડતા આકરી ગરમીથી પ્રજાને છુટકારો મળ્યો હતો.

ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોના મહત્તમ તાપમાનમાં અડધા ડિગ્રીથી ઓછા ઘટાડા બાદ મહેસાણાનું 37.0 ડિગ્રી, પાટણનું 38.6, ડીસાનું 39.4 ડિગ્રી, ઇડરનું 37.0 ડિગ્રી અને મોડાસાનું 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગરમીના કારણે રહીશો તોબા પોકારી ઉઠ્યા હતા.

અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઇ ઉ.ગુ.માં વાદળછાયું

સિસ્ટમ યથાવત રહેશે તો છુટોછવાયો વરસાદ થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રની સિસ્ટમ યથાવત રહેશે તો આગામી 15 ઓક્ટોબર સુધીમાં ઉત્તર ગુજરાતમાં છુટો છવાયો ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...