તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • Deesa 14 માસની બાળકી પર આચરાયેલ દુષ્કર્મ મુદે ડીસામાં કેન્ડલ માર્ચ

14 માસની બાળકી પર આચરાયેલ દુષ્કર્મ મુદે ડીસામાં કેન્ડલ માર્ચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ઢુંઢરમાં 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ડીસા હિન્દુ યુવા સંગઠન દ્વારા બુધવારે રાત્રે ફૂવારા સર્કલ પાસે કેન્ડલ માર્ચ યોજી હતી અને ગુરુવારે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દુષ્કર્મ આચરનાર આરોપીને ફાસીની સજાની માંગ કરવામાં આવી હતી. ગુજરાતમાં રહેતા પરપ્રાંતીય લોકોનું પોલીસ વેરીફીકેશન કરવાની માંગ કરાઇ હતી. ભવિષ્યમાં આવી બીજીવાર દુર્ઘટના ના બને તે માટે વેરીફીકેશન જરૂરી હોઇ પોલીસ વેરીફીકેશન કરવામાં આવે તો પરપ્રાંતીય લોકો દ્વારા થતાં અત્યાચાર બંધ થઇ શકે છે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...