તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં બે માર્ગ અકસ્માતમાં એકનું મોત,બેને ઈજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ પાસે પાટણ તરફ જઈ રહેલ ટ્રેક્ટરની પાછળ અચાનક બાઇક ઘૂસી જતાં બે સગીર ઘવાયા હતા.બંને ઘાયલ સગીરોને ડીસા સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે એક સગીરને પાલનપુર બાદ મહેસાણા ખસેડાતાં એક સગીરનું મોત થયું હતું. જ્યારે બીજા ઘાયલને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતા સગીરાના પરિવારજનો તત્કાલ દવાખાને દોડી આવ્યા હતા. અકસ્માતમાં રેલવે સ્ટેશન ખાતે રહેતા પ્રદિપસિંહ શૈલેષસિંહ રાજપુત તથા દેવ મક્ષીભાઈ દેસાઇને ઈજાઓ પહોંચી હતી. તો બીજી તરફ ડીસા પાલનપુર હાઈવે પર આવેલ ભોંયણ પાસે એક ઇકો કારની ટક્કરે એક્ટિવા ચાલક ડિવાઈડર સાથે ટકરાતા તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને એકટીવાને પણ વ્યાપક નુકશાન થયું હતું બનાવના પગલે અકસ્માત સર્જી ઇકો કાર ચાલક નાસી છૂટયો હતો. એકટીવા ચાલકને સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...