ડીસાની કોલેજમાં વિશ્વ જન સંખ્યા દિનની ઊજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : ડીસાની ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા. સુનિતાબેન ઠક્કર દ્વારા અર્થશાસ્ત્રના છાત્રો માટે બુધવારે વિશ્વ જન સંખ્યા દિન નિમિત્તે એક ડીબેટનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં છાત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રતિ વર્ષે આ દિન નિમિત્તે જૂદી-જૂદી થીમ યુ.એન.ડી.પી. દ્વારા અપાય છે. આ વર્ષની થીમ ફેમીલી પ્લાનીંગ ઇઝ એ હુમન રાઇટ છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓએ વસ્તી સંબંધી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરી છે.

અન્ય સમાચારો પણ છે...