• Home
  • Uttar Gujarat
  • Palanpur District
  • Deesa
  • Deesa - જુનાડીસામાં રેલવે ટ્રેક પરથી કપાયેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો

જુનાડીસામાં રેલવે ટ્રેક પરથી કપાયેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો

ડીસા તાલુકાના જુનાડીસા પાસે આવેલ પુલના રેલવે ટ્રેક પર રવિવારે એક અજાણ્યા વ્યક્તિની કપાયેલી હાલતમાં લાશ મળી આવતા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:16 AM
Deesa - જુનાડીસામાં રેલવે ટ્રેક પરથી કપાયેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો
ડીસા તાલુકાના જુનાડીસા પાસે આવેલ પુલના રેલવે ટ્રેક પર રવિવારે એક અજાણ્યા વ્યક્તિની કપાયેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી હતી. જોકે લાશની એવી વિકટ સ્થિતિ હતી કે તેને પોટલું ભરીને લઇ જવી પડી હતી. બનાવના પગલે ડીસા રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ મૃતકના વાલીવારસોની તપાસ હાથ ધરી હતી.

ડીસા તાલુકાના જુનાડીસા પાસે આવેલ રેલવે પુલના ટ્રેક પર રવિવારની સવારે કપાયેલ હાલતમાં અંદાજિત 40 વર્ષીય વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. રેલવે ટ્રેક પર લાશ મળી આવી હોવાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ થતાં ડીસાના સેવાભાવિ મનુભાઈ આસનાની ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જોકે લાશનીએ સ્થિતિ હતી કે તેને પોટલામાં બાંધવી પડી હતી. બાદમાં લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા ડીસા રૂરલ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી આ લાશ કોની છે ω તેમજ મોત પાછળનું કારણ શું છે તેની તપાસ હાથ ધરી છે.

લાશ પોટલામાં ભરી PM અર્થે લઈ જવાઈ

નેગેટિવ ન્યૂઝ

નકારાત્મક સમાચાર, જે તમને જણાવવા જરૂરી છે

X
Deesa - જુનાડીસામાં રેલવે ટ્રેક પરથી કપાયેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App