તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • Deesa માલધારીના સમાજના અગ્રણીએ પુત્રની સ્મૃતિમાં દાનની સરવાણી વહાવી

માલધારીના સમાજના અગ્રણીએ પુત્રની સ્મૃતિમાં દાનની સરવાણી વહાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા તાલુકાના ચત્રાલા ગામના આશાસ્પદ યુવાનનું અકાળે અવસાન થતા પરિવાર સહિત રબારી સમાજમાં ઘેરાશોકની લાગણી છવાઈ હતી. ત્યારે મૃતક યુવાનના પિતાએ પુત્રની સ્મૃતિમાં રબારી સમાજના શૈક્ષણિક હેતુ માટે રૂ. ૨.૫૦ લાખ અને ચત્રાલા ગામના વિકાસ માટે રૂ. ૧ લાખ મળી કુલ રૂપિયા ૩.૫૦ લાખ જેટલા માતબર રકમના દાનની સરવાણી વહાવી હતી.

ડીસા તાલુકાના ચત્રાલા ગામના રબારી સમાજના આગેવાન અને અગ્રણી વેપારી બાબુભાઈ રામજીભાઈ દેસાઈના એકના એક પુત્ર આનંદ બાબુભાઇ દેસાઇનું અકાળે અવસાન થતા રબારી સમાજ સહિત પરિવાર તેમજ સગા-સ્નેહીઓમાં ઘેરાશોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

ત્યારે બાબુભાઇ દેસાઇએ પોતાના એકના એક વહાલસોયા પુત્ર આનંદની યાદમાં રબારી ગોપાલક છાત્રાલય ડીસામાં રૂમ બનાવવા માટે રૂ. ૨.૫૦ લાખ અને ચત્રાલા ગામના વિકાસ માટે રૂ. એક લાખ મળી કુલ રૂપિયા ૩.૫૦ લાખ જેટલી માતબર દાનની સરવાણી વહાવી પોતાના પુત્રની યાદને કાયમ માટે જીવંત રાખવા માતબર રકમનું દાન આપી રબારી સમાજમાં એક અનોખી પહેલ કરી પ્રેરણા પુરી પાડેલ છે.

અન્ય સમાચારો પણ છે...