તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાથી ઘરે જતી 3 છાત્રાને જીપે કચડી,1 નું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા તાલુકાના જોરાપુરા ગામની સરકારી માધ્યમિક શાળા છૂટયા બાદ વિદ્યાર્થિનીઓ ઘર તરફ જઈ રહી હતી. આ દરમિયાન પુર ઝડપે જઈ રહેલા જીપ ચાલકે પાછળથી વિદ્યાર્થિનીઓને અડફેટે લેતા ત્રણ વિદ્યાર્થિનીઓ ગંભીર હદે ઘવાઈ હતી હતી. બાદમાં વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે ડીસા સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજયું હતું.

ડીસાના જોરાપુરાની સરકારી માધ્યમિક શાળા છૂટયા બાદ મંગળવારે વિદ્યાર્થીનીઓ ઘર તરફ જઈ રહી હતી. આ દરમિયાન જોરાપુરા સરકારી માધ્યમિક શાળા નજીક આવેલા નવ ભારત કોલ્ડ સ્ટોરેજ આગળ જ એક શોટ ડીઆઇ ગાડી નં.Gj 2A 6799ના ચાલકે બેફામ ગાડી હંકારી હતી. બીજી તરફ ઘર તરફ જઈ રહેલી અને રોડના સાઈડના ભાગમાં ચાલતી ૩ વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. બનાવમાં ત્રણ વિદ્યાર્થિનીઓ ગંભીર હદે ઘવાઈ હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે અકસ્માત સર્જી ગાડીનો ચાલક તેની ગાડી આખોલ ચાર રસ્તા પર મૂકી નાસી છૂટ્યો હતો. ઘાયલ વિદ્યાર્થીનીઓને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી.

બીજી તરફ અકસ્માતની જાણ થતા પરિવારજનો, સ્કૂલના શિક્ષકો તથા ગ્રામજનો દવાખાને દોડી આવ્યા હતા. જોકે ગંભીર ઇજા હોવાના કારણે વિદ્યાર્થીનીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્રીજી વિદ્યાર્થિનીને ગંભીર ઇજા પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવી હતી. જ્યા તેનું મોત નિપજતા પરિવાર માં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અકસ્માત બાદ જીપ ચાલક જીપ મૂકી ફરાર થઈ ગયો હતો.જીપનો કાચ પણ તૂટી ગયો હતો.અકસ્માતમાં ઘવાયેલી છાત્રાને સારવાર અર્થે ખસેડાઈ હતી.

મૃતક વિદ્યાર્થિની
પરમાર અંજલીબેન ગીરધારજી

ઘાયલ વિદ્યાર્થિનીઓ
પરમાર શીતલબેન શ્રવણજી

પરમાર હેતલબેન સાલજીજી

બંને રહે જોરાપુરા

અન્ય સમાચારો પણ છે...