• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • મેઘરજના રેલ્યો પાસે ટ્રેકટરે રિક્ષાને ટક્કર મારતાં બાળા સહિત બે ઘાયલ

મેઘરજના રેલ્યો પાસે ટ્રેકટરે રિક્ષાને ટક્કર મારતાં બાળા સહિત બે ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજના રેલ્યો પાસે સામેથી ટ્રેક્ટરે મેઘરજ તરફથી આવતી રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતાં રિક્ષામાં સવાર બાળા સહિત બે ઇસમોને ગંભીર ઇજાઓ થતાં ગંભીર રીતે ઘવાયેલી બાળાને સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ હતી.

તા. 9 જાન્યુ.ના રોજ નાની ભુવાલ ગામના ગુલામહુસેન સેબાસખાન પઠાણ મેઘરજ કરિયાણુ લેવા આવ્યા હતા. તેઓ કરિયાણું લઇ સાંજના છ વાગે ઘરે પરત જતા હતા. તે અરસામાં શાળા છૂટતાં તેમના ભત્રીજાની બે દિકરીઓ પણ ઘરે જવા રીક્ષામાં બેઠી હતી. તે અરસામાં રેલ્યો પાસે જતાં સામેથી આવતાં ટ્રેક્ટર નં.જીજે-31 એ-5844એ રીક્ષા નં. જીજે-31 એક્ષ-0905ને ટક્કર મારતાં રીક્ષા રોડની સાઇડમાં પલ્ટી મારી ગઇ હતી અને ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર મૂકીને ભાગી છૂટ્યો હતો.

જેમાં રીક્ષામાં સવાર બે બાળાઓમાંથી એક બાળાને હાથે તેમજ પગે ઇજાઓ પહોંચી હતી અને ગુલામ હુસેનને પણ નાની મોટી ઇજાઓ પહોંચતાં 108 સારવાર અર્થે બંનેને મેઘરજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં બાળાને પગના ભાગે વધુ ઇજાઓ જણાતાં મોડાસા રિફર કરાઇ હતી. અને ત્યાં પણ વધુ સારવારની જરૂર હોવાથી બાળાને અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. આ અકસ્માત અંગે ગુલામહુસેન પઠાણે 16 જાન્યુ.ના રોજ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...