• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ઓવરટેકની લ્હાયમાં બોલેરો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત ત્રણને ઇજા

ઓવરટેકની લ્હાયમાં બોલેરો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત ત્રણને ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાતાલુકાના રસાણા ગામ નજીક બુધવારે મોડીરાત્રે ઓવેરટેક કરવાની લ્હાયમાં બોલેરો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોચી હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ડીસા તાલુકાના રસાણા ગામ નજીક બુધવારે રાત્રે રાજસ્થાનના દંતાલીના બિલાલ સમીરહુસેન મુસલમાન (ઉ. .30) તેનું ટ્રેક્ટર નં. આર જે 04 આર બી 2210 લઈને બરોડા થી રાજસ્થાન તરફ જઇ રહ્યા હતા તે દરમ્યાન રસાણા નજીક પાછળ થી ઓવરટેક કરવાની લ્હાયમાં પુરપાટ ઝડપે આવી રહેલી બોલેરો ગાડીના ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા તેમાં બેઠેલા બે વ્યક્તિઓ તેમજ ટ્રેક્ટર માં બેઠેલા બિલાલ મુસલમાન ને ગંભીર ઈજાઓ પહોચી હતી.આ ઘટનાની જાણ થતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડ્યા હતા .

અંગે ડીસા તાલુકા પોલીસ મથકે અકસ્માત ગુનો નોંધાતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે પી પ્રજાપતિ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...