સમૌમોટા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાતાલુકાના સમૌ મોટા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જોકે તેનું મકાન જર્જરિત બની ગયું હોવાથી છતના પોપડા ખરી રહ્યા છે. અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ પગલા ભરાતા નથી. દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે ગામની મુલાકાત લેતાં ગ્રામજનોએ ઉગ્ર રજૂઆતો કરી હતી.

ડીસા તાલુકાના સમૌ મોટા ગામે વર્ષો અગાઉ બાંધવામાં આવેલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરિત બની ગયું છે. પરિણામે તેની છત ઉપરથી પોપડા ખરી રહ્યા છે. અંગે ગ્રામજનો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત પીઆઇજીયુમાં વારંવાર લેખિતમાં રજૂઆતો કરી છે. પરંતુ એક વર્ષથી તેની કોઇ નોંધ લેવાઇ નથી. આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગામોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. જ્યાં કેટલીક વખત દર્દીઓ બેઠા હોય ત્યારે છતના પોપડા પડતાં હોવાથી જાનહાની થવાની ભીતિ સેવાઇ રહી છે. દરમિયાન તાજેતરમાં જિલ્લા પંચાયતના પ્રમુખે સમૌ મોટા ગામની મુલાકાત લીધી હતી. જેમની સામે પણ ગ્રામજનોએ ઉગ્ર રજૂઆતો કરી હતી. અંગે ગ્રામજનોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે સમૌ મોટા ગામ જિલ્લા પંચાયત પ્રમુખને મત વિસ્તાર છે. જેમના દ્વારા મકાનનું સમારકામ કરવામાં આવે અથવા નવુ મકાન બનાવવામાં આવે તેવુ ગ્રામજનો ઇચ્છી રહ્યા છે. નહીતર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...