• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસામાં પૈસાની લેવડ દેવડ મામલે તલવાર વડે પિતા પુત્ર ઉપર હુમલો

ડીસામાં પૈસાની લેવડ-દેવડ મામલે તલવાર વડે પિતા-પુત્ર ઉપર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાનાવિરેન પાર્કમાં રહેતા પિતા અને પુત્ર ઉપર સોમવારની મોડી રાત્રે એક શખ્સે તલવાર વડે હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પિતા અને પુત્રને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અંગેની ફરિયાદ ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાઇ હતી.

ડીસાના વિરેન પાર્ક ભાગ- 2 માં રહેતા વિપુલકુમાર બચુલાલ ઠક્કર તેમના બે ભાઇઓ અને પિતા સાથે સંયુકત પરિવારમાં રહે છે. જેઓ સોમવારે રાત્રે ઘરમાં ટીવી જોઇ રહ્યા હતા. દરમિયાન તેમના મોટાભાઇ પંકજભાઇ ઠક્કરના મિત્ર ડીસાના સુખદેવનગરમાં રહેતા સંજયકુમાર વસંતલાલ માળી ખુલ્લી તલવાર લઇને ઘરમાં ઘૂસી આવ્યા હતા. અને પંકજભાઇ ઠક્કર પાસેથી મારે પૈસા લેવાના છે. તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા. તે સમયે વિપુલકમાર બચુલાલ ઠકકરે અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ સંજયકુમાર માળીએ તેમની ઉપર તલવાર વડે હિચકારો હુમલો કરી ડાબા હાથાના ખભા ઉપર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તે સમયે વિપુલકુમાર ઠક્કરના પિતા બચુલાલ ઠક્કર વચ્ચે પડતાં તેમની ઉપર પણ હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાથી આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. અને 108 વાન મારફતે બન્ને ઇજાગ્રસ્ત પિતા અને પુત્રને સારવાર અર્થે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...