• Gujarati News
  • ડીસા માર્કેટની પેઢીમાંથી ૧.૫૦ લાખની ચોરી

ડીસા માર્કેટની પેઢીમાંથી ૧.૫૦ લાખની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા શહેરમાં આવેલા વિ.જે. પટેલ શાકભાજી સબ માર્કેટયાર્ડમાં એક ફ્રુટના હોલસેલ વેપારીની પેઢીમાં તિજોરીમાં પડેલી રૂપિયા દોઢ લાખ ઉપરાંતની રકમ કોઇ શખ્સો રવિવારની રાત્રે તિજોરી તોડી લઇ ગયા હતા. જે બાબતે વેપારીએ બાજુની દુકાનદારે લગાવેલા સીસીટીવી કેમેરા જોયા બાદ બે દિવસ પછી ફરિયાદ નોંધાવી છે.
ડીસાના ઇન્દીરાનગર સામે આવેલી ભારતીનગર સોસા. માં રહેતા વરસંગભાઇ ઉર્ફે વિજયભાઇ રણછોડભાઇ માળી વિ.જે. પટેલ શાકમાર્કેટમાં ૬૨ નંબરમાં શિવશકિત ટ્રેડીંગ નામની દુકાનમાં ફ્રુટનો હોલસેલ વેપાર કરે છે. તેઓ અને તેમના ભાગીદાર મહેશભાઇ મોહનલાલ દેવીપૂજક (રહે. ગવાડી) એ ગત તા. ૧૭ ઓગષ્ટની રાત્રે ઉઘરાણીની આવેલી રૂ. ૧,૫૦,૮૦૦ તિજોરીમાં મૂકી દુકાન બંધ કરી હતી. સવારે ફરીથી દુકાન ખોલતાં તિજોરી તૂટેલી અને અંદરથી રોકડ રકમ ચોરાયેલી જણાઇ હતી. જે અંગે તેઓએ તુરંત પોલીસને જાણ કરી હતી. જયારે બાજુની દુકાનમાં સીસીટીવી કેમેરા લગાયેલા હોઇ તે જોતાં બે-ત્રણ શખ્સો ચોરી કરવા આવેલા જણાતાં ડીસા દિ ાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ડીસાના શાકમાર્કેટમાં હોલસેલ ફ્રુટના વેપારીની દુકાનમાં રૂા. ૧.૫૦ લાખની ચોરી થઇ હતી.- ભાસ્કર