• Gujarati News
  • કપાસીયામાં કાનૂડા પ્રસંગે યુવતીઓનું મોબાઇલમાં રેકોિર્ડંગ કરાતાં મામલો બિચકયો

કપાસીયામાં કાનૂડા પ્રસંગે યુવતીઓનું મોબાઇલમાં રેકોિર્ડંગ કરાતાં મામલો બિચકયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ તાલુકા કપાસીયા ગામે ગુરુવારે રબારી સમાજની યુવતીઓ કાનુડો પાછો વાળવાનો પ્રસંગ ઉજવી રહી હતી. ત્યારે દલીત સમાજના એક શખ્સે પોતાના મોબાઇલમાં રેર્કોડીંગ કર્યું હતું. આ મુદ્દે બંને સમાજના લોકો આમને-સામને આવી ગયા હતા. દરમિયાન પોલીસનો કાફલો દોડી આવતાં ગામમાં ભારે ઉત્તેજના પ્રસરી હતી. જો કે, સમજાવટના અંતે મામલો થાળે પડયો હતો.
અમીરગઢ તાલુકામાં ચકચારી બનેલી ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ કપાસીયા ગામે ગુરુવારે રબારી સમાજની યુવતીઓ કાનુડો પાછો વાળવાનો પ્રસંગ ઉજવી રહી હતી. ત્યારે ગામના જ એક દલિત શખ્સે પોતાના મોબાઇલમાં રેર્કોડીંગ કર્યું હતું. આ મુદ્દે બંને સમાજના લોકો સામસામે આવી જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. દરમિયાન આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં ડીસા ડીવાયએસપી એચ.આર. દેસાઇ, એલસીબી પીઆઇ એ.એચ. ચૌધરી, અમીરગઢ પીએસઆઇ એસ.બી. ચૌધરી સ્ટાફ સાથે ગામમાં દોડી આવ્યા હતા.
મોબાઇલમાં યુવતીઓનું રેર્કોડીંગ કરતાં મામલો બિચકયો હતો. જયાં પોલીસ દોડી જતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી. - ભવર મીણા