ગોઢા ફાટક નજીક ટ્રેન નીચે આવી જતા મહિલાનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા-થરાદરોડ પર આવેલ ગોઢા ફાટક પાસે અચાનક ટ્રેન નીચે આવી જતા અજાણી મહિલાનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા આગથળા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી મૃતક ની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી તેમજ અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના વાલી-વરસોની શોધખોળ હાથ ધરી છે.

ડીસા ના ગોઢા ફાટક નજીક બપોરના સમયે પસાર થતી માલગાડી નીચે અચાનક અજાણી મહિલા આવી જતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે ટ્રેક પરથી પસાર થતી અન્ય ટ્રેનના ચાલાકે લાશ ને જોતાં ટ્રેન ઉભી રાખી ગેટમેનને જાણ કરી હતી જેથી ગેટમેન મોહનલાલે આગથળા પોલીસ મથકે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.અને ઘટના સ્થળનું પંચનામું કરી મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. અંગે આગથળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી એએસઆઇ નારણભાઇ ધુડાભાઇએ મૃતકના વાલી-વરસોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...