ભીલડી પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલડી |નવી ભીલડી મુકામે રવિવારે ભીલડી પોલીસ સ્ટેશન તથા રોટરી કોમ્યુનિટી કોર ભણશાળી ટ્રસ્ટ ડીસાના સહયોગથી અને બનાસકાંઠા જિલ્લા પોલીસવડા નિરજકુમાર બડગુજરના માર્ગદર્શન હેઠળ સફળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ 41 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું. આ બ્લડ કેમ્પ ડોનેશન કેમ્પમાં ભીલડી પીએસઆઇ એસ.વી.આહીર, સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. ભીલડી રોટરી વિલેઝ કોરના ભીલડીના પ્રમુખ જામનદાસ મહેશ્વરી તેમજ સભ્યો બાબુભાઇ પાનકુટા, જયરામભાઇ જોષી, નવીનભાઇ ચૌધરી, અશોકભાઇ પટેલ, વિનોદભાઇ રાવલ, કમલેશભાઇ પંચાલ, હરેશભાઇ ખત્રી, રાજુભાઇ લીલાભાઇ દરજી ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-કંચનજી ઠાકોર

અન્ય સમાચારો પણ છે...