ડીસાના ભડથ માર્ગેથી ઓવરલોડ રેતી ભરેલા પાંચ ડમ્પર ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા તાલુકાના ભડથ ગામના માર્ગેથી ઓવેરલોડ રેતી ભરેલ પાંચ ડમ્પર પસાર થઇ રહ્યા હોવાની બાતમીના આધારે રવિવારે નાયબ કલેકટર તથા તેમની ટીમે ઝડપી લઇ ટ્રક માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મંજૂર થયેલી લીઝ કરતા દસ ગણી વધુ લીઝો ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે. ક્વોરી સંચાલકો દ્વારા ભૂસ્તર વિભાગના તમામ નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ કરાતી હોવા છતાં તેમને છાવરવામાં આવે છે તેવી વારંવાર રજુઆત થાય છે. તેમ છતાં ક્વોરી સંચાલકો ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ ચલાવી રહ્યાં છે. જેમાં રવિવારે ડીસાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી.કે.ઉપાધ્યાયે ડીસા-ભડથ રોડ પર ગેરકાયદેસર રીતે થતી રેતી વહન પ્રક્રિયા સામે સઘન ઝુંબેશ હાથ ધરવા સ્પેશિયલ ટીમ સાથે કાર્યવાહી કરતા ભડથ, મહાદેવીયા અને આખોલની જુદીજુદી ક્વોરીઓમાંથી આવતા રેતી ભરેલા પાંચ ડમ્પરને ઝડપી રોયલ્ટી પાવતી માંગતા ન હોવાથી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ડીસા નાયબ કલેકટરે ડીસા તાલુકા પોલીસને જાણ કરી તમામ ડમ્પર ડિટેઇન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...