ડીસામાં અશરફુલ અંબિયા કોન્ફરન્સ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપુર | ડીસામાં રાજપુર પોલીસ ચોકીની સામે બુધવારના રોજ ઇશાની નમાજ પછી અશરફી યંગ સર્કલ દ્વારા અશરફુલ અમ્બિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હુઝુરે ગાઝીએ મિલ્લત સૈયદ હાશમી મિયા સાબ ખિતાબ ફરમાવશે સાથે તેમના ત્રણ શેહઝાદાઓ પણ પધારશે. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

પીલુચા ચામુંડા માતાજીનો યજ્ઞ યોજાયો
વડગામ | વડગામ તાલુકાના પીલુચામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે વાર્ષિકોસત્વ હોવાથી મંગળવારે યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમસ્ત ગામનું સમૂહ ભોજન પણ રાખવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...