રાધનપુર અને સાંતલપુર તાલુકાના સંખ્યાબંધ ગામો વિખૂટા પડી ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અતિવૃિષ્ટથીરાધનપુર સાંતલપુર પંથકમાં પુરની પરિસ્થીતી ઉદભવતા નદીકાંઠાના સંખ્યાબ઼ધ ગામો બે દિવસથી સંપર્ક વીહોણા બની ગયા છે ગામોના રસ્તાઓ પરપુરના ધસમસતા પણી ફરતા હોવાથી લોકો ગામમાંથી બહાર આવી શકતા નથી કે તંત્ર અંદર જઇ પણ શકતું નથી.

છેલ્લા બે દિવસથી વરસાદ હળવો પડી ગયો છે છતા પુના કારણે રાધનપુર સાંતલપુર પંથકના ગામડાઓની પરિસ્થિતી વીકટ બની છે. અંગે કલેકટર એચ.એન.ઠકકરે જણાવ્યા મુજબ ભારે વરસાદ અને દાંતીવાડા અને સીપુ ડેમમા઼થી ઉપરવાસનું પાણી ધસી આવતા રાધનપુર સા઼તલપુરના રામપુરા ગઢા ગોખાંતર વાદળીથર ગડસઇ છાણીયાથર આંતરનેશ વાઘપુરા અબીયાણા પેદાશપુરા ગામોનો સંપર્ક થઇ શકતો નથી.

સાંતલપુરના ગામડીમાં 150 લોકો ફસાયા

સાંતલપુરનાઅગ્રણી ફરસુભાઇ ગોકલાણીએ જણાવ્યુ઼ હતુંકે વારાહી નજીક આવેલા ગામડી ગામમા઼ 150 જેટલા માણસો પાણીથી ઘેરાયેલા છે. જેમા઼ કેટલાક લોકો મકાનમા ધાબામા઼ ચડીને બેઠેલા છે. જ્યારે 5 માણસો પુરના પાણીમા તરીને વારાહી આવ્યા હતા.આ વિસ્તારના 18 જેટલા ગામોનો સંપર્ક તંત્ર કરી શકયુ નથી.જે ગામોમાં પાણી અને વીજળી હોવાથીલોકો વિકટ પરિસ્થિતીમાં છે.

પાણી નિકાલ માટે હાઇવે તોડી દેવાયો

રાધનપુરસીટીમાંથી પાણીનો નિકાલ કરવા હાઇવે રોડ પર માર્કેટયાર્ડ પાસે 5 ફુટ જેટલો હાઇવે તોડી દેવાતા કંડલા હાઇવેનો વાહનવ્યવહાર બ઼ધ થઇ ગયો હતો. માર્કેટયાર્ડમાં પણ પાણી ઘૂસી જતા કરોડો રૂપિયાનુ઼ નુકશાન થયુ છે.સા઼તલપુરમાં હાઇવેના લીધે પાણીનો ભરાવો થઇ ગયો છે .

અન્ય સમાચારો પણ છે...